જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરે રસોઇ બનાવતા સમયે ગેસ ઉપરથી તપેલી ઉતારવા જતા ગરમ તેલ શરીર ઉપર પડતા દાઝી જવાથી સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં રહેતા પારસબેન મનોજભાઈ સોલંકી (ઉ.વ.25) નામના મજૂરીકામ કરતા યુવતી તેણીના ઘરે ગત તા.10 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે ગેસ ઉપર રસોઇમાં શાક બનાવતી હતી. તે દરમિયાન સાણસી વડે તેલની ગરમ તપેલી ઉતારવા જતા છટકી જતા ગરમ તેલ શરીર ઉપર પડતા પેટ અને છાતીના તથા બન્ને હાથમાં તથા મોઢા ઉપર ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે અહીંની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ મનોજ દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.