Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવતીની અગમ્યકારણોસર આત્મહત્યા

જામનગર શહેરમાં યુવતીની અગમ્યકારણોસર આત્મહત્યા

- Advertisement -

જામનગર શહેરમાં પટેલ પાર્ક આર્શિવાદ દિપ સોસાયટીમાં રહેતી યુવતીએ તેણીના ઘરે કોઇ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ધ્રોલ તાલુકાના લતીપર (લાલપુર) ગામમાં રહેતા વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

પ્રથમ બનાવ, જામનગર શહેરના સાંઈબાબા મંદિર રોડ પર આવેલા પટેલ પાર્ક આર્શિવાદ દિપ-1 માં રહેતાં ગીરીશભાઈ સોલંકી નામના પ્રૌઢની પુત્રી મયુરીબેન સોલંકી (ઉ.વ.29) નામની યુવતીએ રવિવારે સાંજના સમયે તેના ઘરે કોઇ પણ કારણસર રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા કંચનબેન દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ ધ્રોલ તાલુકાના લતીપર (લાલપુર) ગામમાં રહેતા ભીખાભાઈ કાનજીભાઈ ચભાડિયા (ઉ.વ. 60) નામના વૃદ્ધ ને શનિવારે સાંજના સમયે એકા એક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલા હૃદયરોગ ના હુમલાથી મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. બનાવની પ્રવીણભાઇ દ્વારા જાણ કરાતા હેકો.એચ.બી.સોઢીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular