જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રહેતી તરૂણીને તેની મોટી બહેને મોબાઇલ ન આપતા મનમાં લાગી આવતા રૂમમાં સાડી વડે લોખંડની આડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના દતિયા જીલ્લાના ગુમાનપુરા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સરદાર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નંબર-12 માં મધુવન મેટલ કારખાનામાં મજૂરી કામ કરતા પરિવારની પુત્રી મયાવતી કામતાપ્રસાદ જાટવ (ઉ.વ.11) નામની તરૂણીએ તેની બહેન કાજલ પાસે મોબાઇલની માંગણી કરી હતી પરંતુ બહેને મોબાઇલ ન આપી પછી લઇ જવાનું કહેતાં આ બાબતનું મનમાં લાગી આવતા મયાવતીએ સોમવારે સાંજના સમયે તેના ઘરે લોખંડની આડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકની બહેન કાજલ દ્વારા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યાં ફરજ પરના તબીબોએ તરુણીનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.