Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકારખાનામાં કામ કરવું ન ગમતા તરૂણીની આત્મહત્યા

કારખાનામાં કામ કરવું ન ગમતા તરૂણીની આત્મહત્યા

જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતી તરૂણીને કારખાનામાં કામ કરવા જવું ગમતું ન હોવાથી જિંદગીથી કંટાળીને તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતી હેતલબેન હમીરભાઈ પરાર (ઉ.વ.17) નામની તરૂણીને તેના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કામ કરવું પડતુ હતું અને તેણીને કારખાને કામ કરવા જવું ગમતું ન હોવાથી જિંદગીથી કંટાળીને રવિવારે સવારના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.પી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular