Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રોકાણ કરેલા રૂપિયા કઢાવવા યુવાનને ધમકી

જામનગરમાં રોકાણ કરેલા રૂપિયા કઢાવવા યુવાનને ધમકી

- Advertisement -

જામનગરમાં લાલવાડી રોડ પર રહેતાં અને ઈન્વેસ્ટમેન્ટનો વ્યવસાય કરતાં યુવાનને રોકાણ કરવા આપેલી રકમ પરત કઢાવવા માટે ત્રણ શખ્સોએ બળજબરીપૂર્વક દબાણ કરી માર માર્યાની ધમકીઓ આપ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગરના લાલવાડી રોડ પર રહેતા અને ઈન્વેસ્ટમેન્ટનો વ્યવસાય કરતા નિખીલ ભરત ગુજરાતી નામના યુવાનને પાર્થ પરમારે 2,25,000 અને શકિત પરમારે 3 લાખ રૂપિયા 5 ટકા નફાપેટે રોકાણ કરવા આપ્યા હતાં અને હાલમાં નિખિલની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ચૂકવી શકયો નહતો. જેથી આ રકમ પાર્થ પરમાર, શકિત પરમાર અને મહેશ ગોજિયા નામના ત્રણ શખ્સોએ રકમ તેમજ નફાની રકમ બળજબરીથી દબાણ કરી માર મારવાની ધમકી આપી કઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની પોલીસમાં જાણ કરતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે નિખીલના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જો કે, આ પ્રકરણમાં જ ધમકી આપવાનો એક ઓડિયો પણ વાયરલ થયો છે. જે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular