Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરલઘુશંકા કરવાની બાબતે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી

લઘુશંકા કરવાની બાબતે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી

અંધાશ્રમ આવાસ નજીક બે શખ્સોએ ફડાકા ઝીંકી અપમાનિત કર્યો : ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી : પોલીસ દ્વારા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ નજીક જાહેરમાં લઘુશંકા કરતા યુવાનને બે શખસોએ ફડાકા મારી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ન્યુ હર્ષદમીલની ચાલી રૂમ નંબર-100 માં રહેતાં રાહુલભાઈ દેવજીભાઈ પરમાર ગત તા.5 ના રોજ મધ્યરાત્રિના સમયે તેના બહેનના ઘરેથી પરતો ફરતો હતો તે દરમિયાન અંધાશ્રમ આવાસ નજીક લઘુશંકા કરવા ઉભો રહ્યો ત્યારે નાઝીર ઉર્ફે નાઝલો ગામેતી અને સોકત નામના બે શખ્સોએ આવી રાહુલને ફડાકા ઝીંકી અહીયા કેમ પેશાબ કરશ ? તેમ કહી જાતિ પ્રત્યે ગાળો કાઢી હતી અને ઢીકાપાટુનો માર મારી છરી બતાવી પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. હુમલાના બનાવમાં રાહુલભાઈ દ્વારા જાણ કરાતા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફે હુમલો અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ માટે તજવીજ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular