લાલપુર તાલુકાના મોટાખડબા ગામના વાડીવિસ્તારમાં કપાસમાં સાતી ચલાવતા સમયે આકાશી વિજળી પડતા યુવાન અને તેના બે બળદના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.
બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટાખડબા ગામમાં શનિવારે સાંજના સમયે વિજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. દરમિયાન ખેતરમાં સાતી ચલાવતા નારૂભાઇ મેઘાભાઇ જેપાર (ઉ.વ.40) નામના યુવાન અને તેના બે બળદ ઉપર આકાશી વિજળી પડતા યુવાન અને તેના બંને બળદના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. ધનાભાઇ દ્વારા બનાવની જાણ કરાતા હેકો.એસ.કે.જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવાનના મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોટાખડબામાં વિજળી પડતા યુવાનનું મોત
સાતી ચલાવતા સમયે બે બળદના પણ મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી