Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મધ્યરાત્રિના ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

જામનગરમાં મધ્યરાત્રિના ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

- Advertisement -

જામનગર શહેરમાં ગુરૂવારે મધ્યરાત્રિના સમયે ગુરૂદ્વારા ચોકડીથી પસાર થતા બાઈકસવારને રોડ પરનું સ્પિડ બે્રકર ન દેખાતા ડીવાઈડર સાથે અથડાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા અને પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુરૂવારે મધ્યરાત્રિના સમયે ગુરૂદ્વારા ચોકડી પાસેથી પસાર થતા જીજે-10-ડીબી-3281 નંબરના બાઈકસવારને રોડ પરનું સ્પિડ બ્રેકર ન દેખાતા ડિવાઈડર સાથે અથડાતા બાઈકસવાર યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ યુવાનનું મોત નિપજ્યું હોવાથી પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેકો આર.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી નિરપસિંગ નામના યુવાનના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular