Wednesday, January 15, 2025
Homeરાષ્ટ્રીયપાવર બેન્કમાં બ્લાસ્ટ થતાં યુવકનું મોત, જોરદાર વીસ્ફોટ સાથે ઘરના છાપરા પણ...

પાવર બેન્કમાં બ્લાસ્ટ થતાં યુવકનું મોત, જોરદાર વીસ્ફોટ સાથે ઘરના છાપરા પણ તૂટ્યા

- Advertisement -

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. યુવકે મોબાઈલ ચાર્જ કરવા માટે પાવરબેંક હાથમાં લીધી અને તરત જ તેમાં વીસ્ફોટ થતાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પાવર બેંક ફાટ્યા બાદ જોરદાર વિસ્ફોટ થતાં ઘરના છાપરામાં પણ નુકશાન થયું હતું અને ઘરની દીવાલોને પણ નુકશાન થયું હતું. ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -

મધ્યપ્રદેશના છપરૌડા ગામમાં 28 વર્ષનો યુવક રામ સાહિલ સવારે સાડા સાત વાગે પાવર બેન્કથી મોબાઈલ ચાર્જ કરતો હતો. આ દરમિયાન મોબાઈલ તેના હાથમાં જ હતો. ત્યારે અચાનક જ પાવર બેન્કમાં બ્લાસ્ટ થયો હતો  અને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો બાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બ્લાસ્ટના કારણે ઘરના છાપરાં પણ ઉડી ગયા હતા. ઘરમાં ઘણી જગ્યાએ દિવાલોમાં પણ બ્લાસ્ટના કારણે ગાબડા પડ્યા હતા. 

અકસ્માત બાદ પરિવારજનો યુવકને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ ગામમાં ગભરાટનું વાતાવરણ છે.  પાવર બેંક કઈ કંપનીની છે તે સામે આવ્યું નથી. આ ઘટના બાદ પાવર બેંકની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular