Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાળકનું ઠપકો આપવાની બાબતે સામસામા હુમલામાં યુવાનની હત્યા

જામનગરમાં બાળકનું ઠપકો આપવાની બાબતે સામસામા હુમલામાં યુવાનની હત્યા

ડિફેન્સ કોલોનીમાં માતા અને પુત્ર દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા : સામાપક્ષે યુવાન અને મૃતક વિરુધ્ધ હુમલો કર્યાની સામી ફરિયાદ : પોલીસ દ્વારા બન્ને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના ડિફેન્સ કોલોની ગાયત્રી મંદિરવાળી શેરીમાં શુક્રવારે રાત્રિના સમયે નાના બાળકને ઠપકો આપવાની બાબતે બે ગઢવી પરિવાર વચ્ચે થયેલા સામસામા હુમલામાં બચાવવા વચ્ચે પડેલા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ત્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ડિફેન્સ કોલોની ગાયત્રી મંદિરવાળી શેરીમાં રહેતાં રોહિત ગઢવી નામના યુવાને રાયસુર ગઢવીના પુત્ર નાના બાળકને ઠપકો આપ્યો હતો આ ઠપકાનો ખાર રાખી રાયસુર ઉર્ફે બોઘો માલદે ગઢવીએ રોહિતને અપશબ્દો બોલી ફડાકો મારતા અપશબ્દો બોલવાની ના પાડતા રાયસુર ઉર્ફે બોઘોએ ઉશ્કેરાઈને રોહિતના પિતા મોમૈયાભાઈને અપશબ્દો બોલી છરી વડે હુમલો કરતા નીચે પડી ગયા હતાં. જેથી મોમૈયાભાઈના કૌટુંબિક સાળો ભરતભાઈ રણમલભાઈ રૂડાચ (ઉ.વ.28) બચાવવા વચ્ચે પડયો હતો. જેથી રાયસુર ઉર્ફે બોઘો ગઢવીએ છરી વડે હુમલો કરી ભરતના પગમાં અને સાથળના છરીના ઘા ઝીંકયા હતાં તેમજ મટુબેન માલદે ગઢવીએ મોમૈયાભાઈ અને ભરત રૂડાચ ઉપર ઢીકાપાટુનો માર મારી અપશબ્દો કહ્યા હતાં. હુમલામાં ઘવાયેલા મોમૈયાભાઈ અને ભરતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ભરત રણમલભાઈ રૂડાચ (ઉ.વ.28) નામના યુવાનનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

- Advertisement -

આ હુમલામાં સામાપક્ષે મટુબેનનો પૌત્ર કરણ અને તેના પાડોશી રૂડાભાઈનો પુત્ર રૂદ્ર બન્ને બાળકો સાથે રમતા હતાં ત્યારે રોહિતે નાના બાળકને ઠપકો આપતા મટુબેનની પુત્રી માલીબેનએ રોહિતને ઠપકો આપ્યો હતો. જેથી મટુબેનનો પુત્ર રાયસુર ઘરની બહાર આવતા મોમૈયા અને ભરત રૂડાચે રાયસુર ઉપર ધારિયા જેવા હથિયાર વડે હુમલો કરતા તેની માતા બચાવવા વચ્ચે પડતા તેના ઉપર પણ હુમલો કર્યો હતો. જેથી આ હુમલામાં માતા અને પુત્ર બન્નેને નાની મોટી ઈજાઓ થઈ હતી. હત્યાના આ બનાવમાં પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફે હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી જઈ મોમૈયાભાઈના નિવેદનના આધારે રાયસુર અને તેની માતા મટુબેન માલદે ગઢવી વિરુધ્ધ હત્યાનો અને સામાપક્ષે મટુબેનની ફરિયાદના આધારે મોમૈયા રાયદે ગઢવી અને મૃતક ભરત રણમલ રૂડાચ વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી બન્ને પક્ષની સામસામી ફરિયાદના આધારે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular