લાલપુર તાલુકાના પીપર ગામના પાટિયા પાસેથી પસાર થતી બોલેરો વાહનને સામેથી આવતા ટ્રકચાલકે હડફેટે લેતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-પોરબંદર હાઈ-વે પર લાલપુર તાલુકાના પીપર ગામના પાટીયા પાસેથી જીજે-25-યુ-7020 નંબરની બોલેરો બુધવારે બપોરના સમયે પસાર થતી હતી તે દરમિયાન સામેથી આવતા જીજે-10-એકસ-5942 નંબરનો ટ્રક ચાલકે તેનો ટ્રક પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી બોલેરો સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં બોલેરોના ચાલક રાકેશ ગોહિલ નામના યુવાનને શરીરે અને માથામાં તથા બન્ને હાથમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણના આધારે પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતદેહના પિતરાઇ સાગર ગોહિલનું નિવેદન નોંધી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પીપર નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
બોલેરો ચાલકને ગંભીર ઈજા : હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ