Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરલાલપુર બાયપાસ નજીક બાઈક ડીવાઈડર સાથે અથડાતા યુવાનને ઈજા

લાલપુર બાયપાસ નજીક બાઈક ડીવાઈડર સાથે અથડાતા યુવાનને ઈજા

108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો: પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગરમાં લાલપુર બાયપાસ નજીક દરેડ જીઆઈડીસીના ગેઈટ પાસેથી પસાર થતા બાઇકસવારે કાબુ ગુમાવી દેતા ડીવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક લાલપુર બાયપાસ પાસે ફેસ-2 ના ગેઈટ પાસેથી આજે સવારે પસાર થતા જીજે-01-એલડી-9905 નંબરનો બાઈકસવાર પૂરઝડપે બેફીકરાઈથી પસાર થતો હતો ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા બાઈક ડીવાઈડર સાથે અથડાતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા બાઈકસવારને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular