જામનગર શહેરના નવાગામ ઘેડ જશવંત સોસાયટીમાં રહેતા દિવ્યાંગ યુવાન તેના ઘરે એકાએક બેશુદ્ધ થઈ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ જશવંત સોસાયટીમાં રહેતાં અને મજૂરી કામ કરતા હરદેવસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.28) નામના દિવ્યાંગ યુવાનને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે એકાએક બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની વનરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.વી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.