જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવાન રાત્રે સુતા હોય અને સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે
જામનગર શહેરના ગુલાબનગર સામે મોહનનગર બ્લોક નં એ – 95માં રહેતા નિલેષભાઈ પ્રવીણભાઈ વસોયા (ઉ.વ. 39) રાત્રીના સમયે પોતાના રૂમ પર સુતા હોય અને સવારના સમયે તેમને ઉઠાડતા ન ઉઠતા બેભાન હાલતમાં સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોકટરે હાર્ટ એટેકથી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.