જામનગર શહેરમાં મહારાજા સોસાયટીમાં રહેતો યુવાન તેના ઘરે લાઈટ જતી રહેતા રિપેરીંગ કરતો હતો તે દરમિયાન એકાએક વીજશોક લાગતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હાપા રોડ પર કાલાવડ નાકા બહાર આવેલી મહારાજા સોસાયટીમાં રહેતાો સરફરાજ હનીફ સોરઠીયા (ઉ.વ.36) નામના યુવાનના ઘરે સોમવારે સવારના સમયે લાઇટ જતી રહી હતી. જેથી સરફરાજ ફયુઝ લઇ આવી રિપેરીંગ કરતો હતો તે દરમિયાન એકાએક વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયો હતો જેથી બેશુધ્ધ હાલતમાં યુવાનને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા હનિફભાઇ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વસરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.