લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતાં યુવાનનું કોઇ કારણસર બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલી લેબર કોલોની 10 માં બ્લોક નં.3/10 માં રહેતાં રામપતિ રૂખી રજવાળ (ઉ.વ.46) નામના યુવાન કોઇપણ રીતે બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની દિનેશકુમાર ચંદ્રવંશી દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.ઓ. કુરેશી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.