ધ્રોલ તાલુકાના પીયાવા ગામ નજીક બાઈક પર જતા યુવાનના બાઇક આડે રોજડુ ઉતરતા તેને બચાવવા જતા બાઈક સ્લીપ થવાથી ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતાં મહેશભાઈ દેવાણંદભાઈ જીલરીયા (ઉ.વ.46) નામનો યુવાન ગત તા.4 ડિસેમ્બરના રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં જીજે-10-બીએન-3101 નંબરના બાઈક પર લતીપરથી ધ્રોલ તરફ જતો હતો તે દરમિયાન પીયાવા ગામ નજીકના રોડ પર પહોંચ્યો ત્યારે એકાએક રોજડુ બાઈક આડે ઉતર્યુ હતું. જેથી યુવાને રોજડાને બચાવવા જતાં બાઈક પરનો કાબુ ગુમાવતા સ્લીપ થઈ જવાથી નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દેવાણંદભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.એસ. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.