લાલપુર તાલુકાના મોટાપચસરા ગામના વાડીવિસ્તારમાં આવેલા ખેતરના કુવામાં મોટરનો કેબલ કાપતા સમયે પગ લપસી જતાં ખાલી કુવામાં પટકાતા શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના હરિપર ગામમાં રહેતો અરવિંદ મેઘાભાઇ બગડા (ઉ.વ.24) નામનો શ્રમિક યુવાન શનિવારે સવારના સમયે મોટાપચસરા ગામની સિમમાં આવેલા ખેતરના કુવાની પાળી ઉપર મોટરનો કેબલ કાપતા સમયે પગ લપસી જતાં ખાલી કુવામાં પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાનજી બગડા દ્વારા જાણ કરાતા હેકો. એસ.કે.જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.


