જામનગર શહેરમાં એરફોર્સ રોડ પર વુલનમીલ નજીક રહેતો યુવાન ગુરૂદ્વારા ચોકડી પાસેથી પસાર થતો હતો તે દરમિયાન તેનું બાઈક સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં એરફોર્સ રોડ પર વુલનમીલ નજીક રહેતા રાજેન્દ્રસિંહ ચંદુભા વાઘેલા (ઉ.વ.35) નામનો યુવાન મંગળવારે બપોરના સમયે તેની બાઈક પર ગુરૂદ્વારા થી સાત રસ્તા વચ્ચેના માર્ગ પર પસાર થતો હતો તે દરમિયાન કોઇ કારણસર બાઈક સ્લીપ થવાથી યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ઘોઘુભા વાઘેલા દ્વારા જાણ કરાતા હેકો એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં બાઈક સ્લીપ થવાથી યુવાનનું મોત
ગુરૂદ્વારાથી સાત રસ્તા માર્ગ પર બાઈક સ્લીપ : શરીરે અને માથામાં ઈજા : સારવાર દરમિયાન મૃત્યુ


