Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરખીજડિયા બાયપાસ નજીક ડમ્પર ફરી વળતાં યુવાનનું મોત

ખીજડિયા બાયપાસ નજીક ડમ્પર ફરી વળતાં યુવાનનું મોત

જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસ નજીક આવેલી ગાયત્રી હોટલના કમ્પાઉન્ડમાં નિંદ્રાધિન યુવાન ઉપર ડમ્પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવમાં પોલીસે ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસ નજીક આવેલી ગાયત્રી હોટલના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે ચાલીસેક વર્ષનો અજાણ્યો યુવાન સુતો હતો તે દરમિયાન વહેલીસવારે જીજે-7-યુયુ-9095 નંબરના ડમ્પરના ચાલકે તેનું ડમ્પર બેફીકરાઈથી અને પૂરઝડપે ચલાવી યુવાનને ચગદી નાખતા માથામાં અને શરીરમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે અનવરભાઈ કાઝી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular