જામનગરના હાપા ગામમાં રહેતો યુવાન હાપા ગામની સીમમાંથી જીવાભાઈ કાનગડની વાડી પાસે રેલવેના પાટા નજીકથી પસાર થતો હતો ત્યારે અચાનક ટ્રેન આવી જતા યુવાન ટ્રેનની હડફેટે આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવાનને સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, હાપા ગામમાં રહેતો અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના અંબી ગામનો ચમસિંહ જુતસિંહ વસુનિયા (ઉ.વ.37) નામનો યુવાન ગઈકાલે રાત્રિના સમયે પોતાની વાડીએથી તેના બનેવીના નાનાભાઈ જુવાનસિંહની વાડીએ જતો હતો આ દરમિયાન રેલવેના પાટા ક્રોસ કરતી વખતે અચાનક ટ્રેન આવી જતાં ટ્રેનની હડફેટે આવતા યુવાનને માથાના ભાગે તેમજ બન્ને પગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે જુવાનસિંહ માવડા દ્વારા જાણ કરાતા હેકો સી.ડી. જાટિયા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપા હાથ ધરી હતી.