Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરધ્રોલના લતીપર નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત

ધ્રોલના લતીપર નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત

- Advertisement -

ધ્રોલથી ટંકારા તરફ જતા ધોરીમાર્ગ પર લતીપર નજીક પસારથી બાઈકસવારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બંધ પડેલા ટ્રકના પાછળના ઠાઠામાં ધડાકાભેર અથડાતા અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતો પ્રવિણભાઈ પ્રેમજીભાઈ ખાત્રાણી નામનો યુવાન ગત શનિવારે રાત્રિના સમયે તેના જીજે-10-એઇ-4187 નંબરના બાઇક પર ટંકારા તરફ જતો હતો તે દરમિયાન લતીપર નજીક પહોંચ્યો ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી ચાલતી બાઈકના સ્ટ્રીયરીંગ પરનો કાબુ ગુમાવતા બંધ પડેલા જીજે-10-ટીએકસ-7473 નંબરના ટ્રક પાછળના ઠાઠામાં ધડાકાભેર અથડાતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની રેવતુભા જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular