Monday, January 12, 2026
Homeરાજ્યકલ્યાણપુર પંથકમાં યુવાનની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

કલ્યાણપુર પંથકમાં યુવાનની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં રહેતાં આદિવાસી યુવાને તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે હાલ રહેતા નરેશભાઈ જોતાભાઈ વરમલ (ઉ.વ.38) વર્ષના આદિવાસી યુવાને ગત તા.8 મીના રોજ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં તેમને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પત્ની સંગીતાબેન નરેશભાઈ વરમલે કલ્યાણપુર પોલીસ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular