જામનગર શહેરના વામ્બે આવાસમાં રહેતા યુવાને તેના ઘરે અગમ્યકારણોસર પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના ખોડિયાર કોલોની શકિતનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધને છાતીમાં બળતરા થવાથી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વામ્બે આવાસ બ્લોક નં.16 રૂમ નં.21 માં રહેતા કુલદીપસિંહ હરુભા જાડેજા (ઉ.વ.27) નામનો યુવાન રવિવારે મધ્યરાત્રિના સમયે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની જાણ મૃતકના પત્નિ નીતાબા દ્વારા કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યા કયા કારણોસર કરી ? તે અંગેની તપાસ હાથ ધરી હતી
બીજો બનાવ, જામનગરના ખોડિયાર કોલોની શકિતનગર શેરી નં.2 મા રહેતા અજીતસિંહ ટપુભા જાડેજા (ઉ.વ.60) નામના વૃદ્ધને તેના ઘરે છાતીમાં બળતરા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે મૃતકના પુત્ર ભાગ્યરાજસિંહના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.