જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા યુવાને તેનો વ્યવસાય ચાલતો ન હોવાથી આર્થિક ભીંસથી કંટાળીને તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતાં પિયુષ શાંતિલાલ ગડારા (ઉ.વ.32) નામના પટેલ યુવાને ગત બુધવારે સાંજના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ગૌતમ દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફેે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં યુવાને તેનો વ્યવસાય બરોબર ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતા જિંદગીથી કંટાળીને આપઘાત કર્યાનું ખૂલ્યું હતું.