લાલપુર તાલુકાના આરબલુસમાં રહેતાં અને મૂળ રાજકોટ જિલ્લાના પીપેળી ગામના વતની યુવાનને બુધવારે તેના ઘરે રૂમના પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પીપેળી ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં દેવેન્દ્રસિંહ ખીમુભા જાડેજા (ઉ.વ.38) નામનો યુવાન બુધવારે મોડીસાંજના સમયે કંપનીમાંથી ઘરે પરત ફર્યા હતાં અને ત્યારબાદ મધ્યરાત્રિના સમયે તેના ઘરે રૂમના પંખામાં કોઇ કારણસર દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની ઉમાબા દ્વારા જાણ કરાતા હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર જઈને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ આરંભી હતી.