Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરજાયવામાં બીમારીથી કંટાળીને યુવાનની આત્મહત્યા

જાયવામાં બીમારીથી કંટાળીને યુવાનની આત્મહત્યા

ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા બાવાજી યુવાને તેની લોહીમાં શ્વેતકણ ઓછા થવાની બીમારીથી કંટાળી જઈ રૂમના હુંકમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિતગ મુજબ, ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતાં સંજયગીરી જશવંતગીરી ગોસાઈ (ઉ.વ.40) નામના બાવાજી યુવાનને છેલ્લાં ત્રણ વર્ષથી લોહીમાં શ્વેતકણ ઓછા થતા હોય જેથી આ બીમારીની સારવાર ચાલુ હોવા છતાં તબિયતમાં સુધારો ન થતો હોવાથી જિંદગીથી કંટાળીને સોમવારે સાંજના સમયે તેના બીજા ઘરે રૂમના હૂંકમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના પત્ની વંદનાબેન દ્વારા કરવામાં આવતા હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે સ્થળ પર દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular