Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

જામનગર શહેરમાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી : કાલાવડ નાકા બહાર યુવાનની આત્મહત્યા

- Advertisement -

જામનગર શહેરમાં તીરૂપતી હનુમાનજી મંદિર પાસેના વિસ્તારમાં રહેતો અને ઇલેકટ્રીક કામ કરતાં યુવકે તેના ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્યહત્યાનો પ્રયાસ કરતાં જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં તિરૂપતી હનુમાનજીના મંદિર પાસે રહેતાં અને ઇલેકટ્રીક કામ કરતો દિવ્યેશ અશોકભાઇ અજમેરીયા (ઉ.વ.21) નામના યુવકે રવિવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર રૂમના પંખામાં ચૂદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના માતા હંસાબેન દ્વારા જાણ કરતાં હેકો.એન.બી.સદાદિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથધરી હતી.

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં રહેતાં અમૃતભાઇ જીવાભાઇ ખાણધર (ઉ.વ.46) નામના યુવાને રવિવારે બપોરના સમયે તેના ઘરે છતમાં કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેનું મૃતકના પુત્ર ભાવેશ દ્વારા જાણ કરતાં હેકો. આર.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular