લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં રહેતાં યુવાનના લાંબા સમયથી સગાઈ કે લગ્ન થતા ન હોય જેથી પાંચ-છ મહિનાથી ગુમસુમ રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મીઠોઇ ગામની સમમાં આવેલી મોમાઈ દર્શન હોટલની પાછળ આવેલા રૂમ નંબર-14 માં રહેતો મુળ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચીડીવાવ ગામનો વતની દેવરાજભાઈ પાલાભાઈ ખટાણા (ઉ.વ.29) નામના યુવાનના લાંબા સમયથી સગાઈ કે લગ્ન થતા ન હોવાથી ચિંતામાં પાંચ-છ મહિનાથી ગુમસુમ રહેતો હતો અને લગ્ન ન થવાની ચિંતામાં તા.15 ના રોજ સાંજના સમયે તેના રૂમની છતમાં રહેલા પંખાના હૂંકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અરજણ ખટાણા દ્વારા જાણ કરાતા હેકો આઈ ડી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


