Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપત્ની અને સંતાનોના વિયોગમાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

પત્ની અને સંતાનોના વિયોગમાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

છ માસથી પત્ની બે બાળકો સાથે રિસામણે જતી રહી : પત્ની અને સંતાનોના વિયોગમાં એકલવાયું જીવન : જિંદગીથી કંટાળી ગળેટૂંપો ખાઇ આયખું ટૂંકાવ્યુ

જામનગર શહેરના ખોળમીલના ઢાળિયા પાસેના વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતાં યુવાનની પત્ની બે સંતાનો સાથે રિસામણે જતી રહી હોવાનું મનમાં લાગી આવતાં એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખોળમીલના ઢાળિયા પાસે આવેલા રામનગરમાં મંદિર નજીક રહી મજૂરીકામ કરતાં બ્રીજરાજસિંહ ઉર્ફે લાલો કિરીટસિંહ પરમાર (ઉ.વ.35) નામના યુવાનની પત્ની છેલ્લા છ માસથી તેના બન્ને સંતાનોને સાથે લઇ માવતરે રીસામણે જતી રહી હતી. આથી પત્ની અને સંતાનો રિસામણે જતા રહેતા એકલવાયા જીવનથી કંટાળી પત્ની અને બાળકોના વિયોગનું મનમાં લાગી આવતા શુક્રવારે રાત્રિના સમયે પોતાના મકાનના રૂમમાં છતના હૂકમાં ખાટલા ભરવાની પ્લાસ્ટીકની પાટી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મુનીબા પરમાર દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ કે. એન. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular