જામનગર શહેરના મેહુલનગર વિસ્તારમાં રહેતા એક યુવકે અગમ્ય કારણોસર દિવાળીના દિવસે અગાસી પરથી કુદીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસને જાણ થતા કયા કારણોસર યુવકે આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરના મેહુલનગર શ્રીજીપેલેસ-1, બ્લોક નં-બી/101માં રહેતા અને મૂળ રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના રાજપરા ગામના નીકુલસિંહ દીલુભા વાળા (ઉ.વ.32) નામના યુવકે ગત તા.4ના રોજ રાત્રીના સમયે પોતાના ફ્લેટની અગાસી પરથી નીચે કુદી આપઘાત કરી લીધો હતો. માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું. આ અંગે સીટી સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.