Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપ્રેમિકા સાથે લગ્નની યુવતીના પિતાએ ના પાડતા યુવાનનો આપઘાત

પ્રેમિકા સાથે લગ્નની યુવતીના પિતાએ ના પાડતા યુવાનનો આપઘાત

જામનગરમાં રહેતી યુવતીના પિતાએ લગ્નની ના પાડી ધમકાવ્યો : મનમાં લાગી આવતા યુવાને એસિડ ગટગટાવ્યું : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા યુવાનને તેની પ્રેમિકા સાથે લગ્ન કરવાની યુવતીના પિતાએ ના પાડીને ધમકાવ્યાનું મનમાં લાગી આવતા યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતો અશ્વિનભાઈ માવજી પરમાર (ઉ.વ.28) નામના યુવાનને જામનગરમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને લગ્ન પણ કરવા માંગતો હતો. આ લગ્ન બાબતે યુવતીના પિતાએ અશ્વિનભાઈને લગ્ન કરી આપવાની ના પાડીને ધમકાવ્યો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા અશ્વિનભાઈ એ ગત્ તા. 30ના રોજ મદ્યરાત્રિએ પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ હસમુખ દ્વારા જાણ કરાતા એએસઆઇ સી. ડી. ગાંભવા તથા સ્ટાફએ હોસ્પીટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular