જામનગર શહેરના ખોડિયાર કોલોની નિલકમલ સોસાયટીમાં રહેતાં અને નોકરી કરતા યુવાને કોઇ કારણસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગરના હર્ષદમીલની ચાલી પાસેના પટેલનગરમાં રહેતાં યુવાનને પાંચ વર્ષથી થયેલી કેન્સરની બીમારી સબબ તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની નીલકમલ સોસાયટી શેરી નં.5 માં રહેતાં અને હિતેશ હરીભાઈ ચાવડા (ઉ.વ.28) નામના યુવાને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે અકળ કારણોસર રૂમમાં છતની હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને બેેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોે જાહેર કર્યુ હતું. આ અંગે કૌશિક સિંધવ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે આવેલા પટેલનગર 3 માં રહેતાં ઈશ્ર્વરભાઈ બીજલભાઈ (ઉ.વ.39) નામના યુવાનને છેલ્લાં પાંચ વર્ષથી કેન્સરની બીમારી થઈ હતી. દરમિયાન ગુરૂવારે રાત્રિના સમયે તેના ઘરે તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દિપકભાઈ ચૌહાણ દ્વારા જાણ કરાતા હેકો ડી.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.