જામનગરમાં રહેતાં લેબોરેટરીનો વ્યવસાય કરતાં યુવાનને ફ્લિપકાર્ટમાંથી વાત કરતાં હોવાની ખોટી ઓળખ આપી OTP મોકલી યુવાનના બેન્ક ખાતામાંથી રૂા. 2,50,002ની રકમ ઉપાડી લઇ છેતરપિંડી કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામનો વતની અને હાલ જામનગર શહેરમાં યાદવનગર, વિશાલ પાર્ક, શેરી નંબર ત્રણમાં રહેતો તથા લેબોરેટરીનો વ્યવસાય કરતાં સંજયભાઇ ભીખાભાઇ લગારિયા (ઉ.વ.35) નામના યુવાનની મેઘપર ગામ પાસે આવેલી લાઇફ કેર લેબોેરેટરી ખાતે હતો ત્યારે ગત્ તા. 12-10-2025ના રોજ બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન કરી ફ્લિપકાર્ટમાંથી વાત કરતો હોવાની ખોટી ઓળખ આપી યુવાનને વિશ્વાસમાં લઇ તેના મોબાઇલના OTP મેળવી યુવાનના યશ બેન્કના ખાતામાંથી બે વખત ટ્રાન્ઝેક્શન કરી રૂા. 2,50,002ની રકમ ઉપાડી લઇ છેતરપિંડી આચર્યાના બનાવ અંગેની જાણના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફએ અજાણ્યા મોબાઇલધારક વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


