ભાણવડ તાબેના જુના સિનેમા રોડ પર રહેતા રાજદીપસિંહ મેઘરાજસિંહ જાડેજા નામના 30 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, રૂપિયા 48 હજારની કિંમતની 120 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂનો આ જથ્થો તેણે મોરઝર ગામના વિજય ઉગાભાઈ બગડા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.