દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આસિયાવદર ગામમાં રહેતાં યુવાન ઉપર તેના કૌટુંબિક શખ્સે નજીવી બાબતે બોલાચાલી કરી કુહાડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના આસિયાવદર ગામે રહેતા કરસનભાઈ કારાભાઈ સિંગરખીયા નામના 28 વર્ષના યુવાનને તેમના કૌટુંબિક વિક્રમ કારાભાઈ સિંગરખીયા (ઉ.વ. 30) દ્વારા કોઈ બાબતે બોલાચાલી કરી, ઉશ્કેરાઇને ફરિયાદી કરસનભાઈ સિંગરખીયા ઉપર કુહાડી વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504 અને 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.