લાલપુર તાલુકાના મોટા ખડબામાં રહેતાં યુવાન ઉપર લાલપુરમાં રીક્ષા સ્ટેન્ડ પાસે પેસેન્જર ભરવાની બાબતે એક શખ્સે ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટા ખડબામાં રહેતા નરપતસિંહ કલુભા જાડેજા નામના યુવાન સોમવારે સાંજના સમયે લાલપુર ગામમાં જુની શાકમાર્કેટમાં આવેલા રીક્ષા સ્ટેન્ડે પેસેન્જર ભરવાનો વારો હતો ત્યારે મહેન્દ્રસિંહ કરણુભા વાળા નામના શખસે આડેથી પેસેન્જર ભરવા લાગતા યુવાને વચ્ચેથી પેસેન્જર ન ભરવા માટે સમજાવવા જતાં મહેન્દ્રસિંહ એ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી તેની પાસે રહેલી છરી કાઢી જમણા હાથમાં ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.