Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજૂની અદાવતનો ખાર રાખી યુવક ઉપર ત્રણ શખ્સો દ્રારા છરી વડે હુમલો

જૂની અદાવતનો ખાર રાખી યુવક ઉપર ત્રણ શખ્સો દ્રારા છરી વડે હુમલો

- Advertisement -

જામનગર શહેરના દીગ્જામ સર્કલ નજીક ગઈકાલના રોજ એક યુવક પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. યુવકે અગાઉ આરોપીના મિત્રને માર માર્યો હતો તેનો ખાર રાખી ત્રણ શખ્સોએ તેને માથામાં અને વાસામાં છરીના ઘા ઝીંકતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં ત્રણ શખ્સો વિરુધ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી, સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતા સુમિતભાઈ જયસુખભાઈ ખીમસુરીયા(ઉ.વ.18) નામના યુવક પણ ત્રણ શખ્સો દ્રારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની વિગતો મુજબ સુમિતભાઈ જયસુખભાઈ ખીમસુરીયાએ આશિષ નામના શખ્સના મિત્ર પ્રતિકને માર માર્યો હોય તેનો ખાર રાખી ગઈકાલના રોજ આશિષ તથા બે અજાણ્યા શખ્સો એકટીવામાં જઈ સુમિતને અપશબ્દો બોલી ત્રણેયે તેના ઉપર છરી વડે હુમલો કરતા માથામાં તથા વાસાના ભાગે ઈજાઓ પહોચાડી નાશી છુટ્યા હતા. બાદમાં સુમિતને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માથાના ભાગે છ ટાંકા, ફ્રેકચર તથા વાસાના ભાગે ટાકા આવતા યુવકે આશિષ સહીત બે અજાણ્યા શખ્સો વિરુધ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં આઈપી સી કલમ 326,114,504 તથા જીપી એક્ટ 135(1) મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular