Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાન ઉપર હુમલો કરી હત્યા નિપજાવી

જામનગર શહેરમાં યુવાન ઉપર હુમલો કરી હત્યા નિપજાવી

જામનગર શહેરના ઇન્દિરા સોસાયટી નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર શુક્રવારે સવારના સમયે એક શખ્સે આંતરીને પેટના તથા છાતીના ભાગે આડેઘડ ઢીકા પાટુંનો માર મારી હુમલો કરતાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઇન્દિરા સોસાયટીમાં રહેતાં કિશોરભાઇ બાબુભાઇ આડેસરા (ઉ.વ.45) નામના યુવાન ઉપર ગત તા.3ના શુક્રવારે સવારના સમયે ધુવાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં હેમેન્દ્ર ઉર્ફે હેમત મહારાજ ડાયાલાલ સીયાણી નામના શખ્સે કિશોર ઉપર હુમલો કરી પેટમાં તથા છાતીના ભાગે ઢીકા પાટુંનો માર મારતા ફેફસામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ઘાયલ કિશોરભાઇનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગેની મૃતકના ભાઇ ગોવિંદ આડેસરા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.આર.સવસેટા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હેમેન્દ્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular