જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર જૂની બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ તલવાર-પાઈપ અને ધોકા વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપા આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરના ગોકુલનગર રડાર રોડ પર પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં અને મજૂરી કામ ભીમશીભાઈ ગોવાભાઈ કરમુર નામના યુવાન સાથે તેના વિસ્તારમાં રહેતાં ભરતસિંહ દોલુભા જાડેજા સાથે નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલી બોલાચાલીનો ખાર રાખી બુધવારે રાત્રિના સમયે મથુરાનગર વિસ્તારમાં ભરતસિંહ દોલુભા જાડેજા તેનો પુત્ર પૃથ્વી તથા શિવો નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી ભીમશીભાઈ કરમુરને આંતરીને અપશબ્દો બોલી, તલવાર, લોખંડનો પાઈપ અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એસ.એમ.સિસોદીયા તથા સ્ટાફે હુમલાનો ભોગ બનનાર યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.