જામનગર તાલુકાના મસીતિયા ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાં પડી જતા ડૂબી જવાથી યુવાનનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામની વતની અને હલ જામનગર તાલુકાના મસીતિયા ગામના સીમ વિસ્તારમાં આવેલી આરીફભાઈના ખેતરમાં મજુરી કામ કરતો અજય લાલસીંગ બામણિયા (ઉ.વ.24) નામનો યુવાન ગત તા.21 ના રાત્રિના 08:30 વાગ્યાના અરસામાં ખેતરમાં આવેલા કૂવામાં અકસ્માતે પડી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા લાલસીંગ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ કુવામાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


