લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં દુકાન પાસેથી નીકળી પત્ની સામે ઇશારા કરવાની ના પાડતા શખ્સ દ્વારા યુવાન ઉપર કૂહાડા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપવામાંં આવી હતી.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતાં અને ડ્રાઇવિંગ કરતા અકબર કામસ સુંભણિયા નામના યુવાનની પત્નીની દુકાન સામેથી રવિ કાળુ દેવીપૂજક નામનો શખ્સ અવારનવાર નીકળીને યુવાનની પત્ની સામે જોઇ મોબાઇલ દેખાડી ઇશારા કરતો હતો. જેથી ગુરૂવારે બપોરના સમયે અકબરે રવિને આવું શું કામ કરશ? તેમ કહેતા રવિએ ઉશ્કેરાઇને ગાળો કાઢી કૂહાડા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા અકબરને સારવાર માટે હોસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફએ રવિ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


