Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલાલપુરના નાના ખડબામાં ખેડૂત યુવાનનો પત્નીના વિયોગમાં આપઘાત

લાલપુરના નાના ખડબામાં ખેડૂત યુવાનનો પત્નીના વિયોગમાં આપઘાત

ભાણવડ માવતરે ગયેલી પત્નીને તેડવા જતાં સસરા અને સાળાએ સાથે મોકલવાની ના પાડતાં દવા ગટગટાવી મોત મીઠું કર્યું : કાલાવડના નવાગામમાં ખેડૂત યુવાનનું વીજશોકથી મોત : જામનગરમાં બીમારી સબબ પ્રૌઢનું મોત : જામનગરના યુવાનનું બીમારીથી મૃત્યુ : જામનગરમાં બીમારીથી વૃદ્ધનું મોત

- Advertisement -

- Advertisement -

લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતા એક ખેડૂત યુવાનની પત્નીને તેડવા જતાં સસરા તેમજ સાળાએ પરત મોકલવાની ના પાડી છૂટાછેડા આપી દેવાનું કહેતા મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા ખેડૂત યુવાન વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગવાથી તેનું મૃત્યુ નિપજયું છે. જામનગરના મોમાઈનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢનું બીમારી સબબ મોત નિપજ્યું હતું. જામનગરના હાપા યાર્ડ રોડ પર રહેતા યુવાનને બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયું હતું. જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં વૃધ્ધને છાતીમાં બળતરા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતા દિલીપ કારાભાઈ વાણીયા (ઉ.વ.25) નામના યુવાન ખેડૂતે તા.29 ના સાંજના સમયે વાડીએ પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા કારાભાઈ દ્વારા જાણ કરતાં એએસઆઈ વી.પી.ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા મૃતક દિલીપના છ મહિના પહેલાં જ તેના જ કુટુંબ પરિવારની ભાણવડ પંથકની રહેવાસી મંજુબેન નામની યુવતી સાથે લગ્ન થયા હતા. જે રક્ષાબંધનના તહેવાર માટે પોતાના માવતરે ભાણવડ ગઈ હતી અને પતિ દિલીપ સાતમના દિવસે પત્નીને તેડવા માટે સાસરે ગયો હતો. જ્યાં સસરા તથા સાળાએ મંજુબેનને પરત મોકલવાની ના પાડી દીધી હતી અને છૂટાછેડા લઇ લેવા છે તેમ જણાવ્યું હતું. જેથી દિલીપને મનમાં લાગી આવ્યું હતું જેથી તેના ગામે પરત ફર્યા પછી વાડીએ જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી.

- Advertisement -

બીજો બનાવ, કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતો અને ખેતી કામ કરતો રસિક ગાંડુભાઈ અકબરી (ઉ.વ.42) નામનો ખેડૂત યુવાન પોતાની વાડીમાં કપાસના વાવેતરમાં પાણી વાળવા માટે ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા ગયો હતો જે દરમિયાન અકસ્માતે તેને એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે મુકેશભાઈ દદ્વારા જાણ કરાતા હેકો વી.વી. છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરના ગાંધીનગર મોમાઈનગર-2 માં રહેતા અનોપસિંહ મંગળસિંહ જાડેજા (ઉ.વ.53) નામના પ્રૌઢને ટી.બી. અને લીવરની તથા હરસની બીમારીના કારણે તબિયત લથડતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર ક્રિષ્નપાલસિંહ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોથો બનાવ, જામનગર શહેરમાં હાપા યાર્ડ રોડ પરના વિસ્તારમાં રહેતાં કરણ ગેલાભાઈ પરમાર (ઉ.વ.30) નામના યુવાનને કીડનીની બીમારીની સારવાર ચાલુ હતી તે દરમિયાન તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમો બનાવ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં શક્તિનગરમાં રહેતા અજીતસિંહ ટપુભા જાડેજા (ઉ.વ.60) નામના વૃદ્ધને છાતીમાં બળતરા થવાથી તબિતય લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની મૃતકના પુત્ર ભાગ્યરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular