જામજોધપુર તાલુકાના સિદસર ગામમાં રહેતા વેપારી યુવાન વ્હેલી સવારે તેના ઘરેથી રાજકોટ કામ સબબ જવાનું કહીને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા લાપત્તા થયેલા વેપારી યુવાનની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ હાલ કર્ણાટકમાં રહેતો અને મૂળ જામજોધપુર તાલુકાના સિદસર ગામનો વતની અંકિતભાઇ કાંતિલાલ માકડી (ઉ.વ.37) નામનો પટેલ વેપારી યુવાન ગત્ તા. 24ના રોજ પાંચ વાગ્યાના અરસામાં સિદસરથી રાજકોટ કામ સબબ જવા ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ રાજકોટથી પરત ન ફરતા પરિવારજનો દ્વારા વેપારી યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં યુવાનનો પત્તો લાગ્યો ન હતો. જેથી આખરે પરિવારજનો દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે લાપત્તા થયેલા સોપારીનો વેપાર કરતાં યુવાનની શોધખોળ માટે મિત્રવર્તૂળ અને પરિવારજનોને ત્યાં શોધખોળ આરંભી હતી. લાપત્તા થયેલા યુવાન અંગે કોઇપણ માહિતી મળે તો જામજોધપુર પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ મથકમાં જાણ કરવા પોલીસની યાદીમાં જાહેર કરાયું હતું.


