જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં યુવાન વેપારીએ કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજતા પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.9/4 માં આવેલા કૌશલ એપાર્ટમેન્ટમાં રહેતાં પુનિતભાઈ જીવલાણી (ઉ.વ.46) નામના વેપારી યુવાને સોમવારે સવારના સમયે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબીબોએ જાહેર કરાયું હતું. બનાવ અંગે મુકેશભાઈ ચંદારાણા દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા મૃતક આર્થિક સંકળામણ અનુભવતો હતો અને અન્ય લોકો સાથે પાસેથી નાણાં ઉછીના લીધા હોય જેથી સંકળામણના કારણે આપઘાત કર્યાના પ્રાથમિક તારણના આધારે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.