જામનગર શહેરમાં શકિત સોસાયટીમાં અગાઉની બોલાચાલી બાદ ફરી વખત બોલાચાલી થતાં મહિલા સહિત બે શખ્સો દ્વારા યુવાનને લાકડાના ધોકા વડે માર મારી ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના દિગ્વીજય પ્લોટ શેરી નં.14માં રહેતા મહાવીરસિંહ બટુકસિંહ ગોહિલ નામના યુવાનને અગાઉ આરોપીઓ સાથે બોલાચાલી થઇ હતી. અને ફરી વખત બોલાચાલી થતાં આરોપીઓએ ફરિયાદીને અપશબ્દો બોલી લાકડાના ધોકાથી માર મારી ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડી હતી. આ અંગે મહાવીરસિંહ દ્વારા રેખાબા પ્રવિણસિંહ ઝાલા તથા પ્રવિણસિંહ ઝાલા વિરૂઘ્ધ સીટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં વેપારી યુવાન ઉપર ધોકા વડે હુમલો
મહિલા સહિત બે શખ્સો વિરૂઘ્ધ નોંધાઇ ફરિયાદ : પોલીસ દ્વારા ગુન્હો નોંધી તપાસ


