Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયટ્વીટરનો ઉપયોગ કરવા ચુકવવા પડશે પૈસા !, જાણો એલન મસ્કે ટ્વીટ કરીને...

ટ્વીટરનો ઉપયોગ કરવા ચુકવવા પડશે પૈસા !, જાણો એલન મસ્કે ટ્વીટ કરીને શું કહ્યું

એલન મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું ત્યારથી એવી આશંકા હતી કે ટ્વિટરનો ઉપયોગ કરવા માટે હવે પૈસા ચુકવવા પડશે. ત્યારે આ અંગે વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું છે કે આ પ્લેટફોર્મના કોમર્શિયલ અને સરકારી યુઝર્સે તેના ઉપયોગ માટે પૈસા ખર્ચવા પડશે. તેણે સામાન્ય યુઝર માટે ફ્રી રહેશે.

- Advertisement -

એલન મસ્કે ટ્વિટ કર્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘ટ્વિટર હંમેશા સામાન્ય યુઝર્સ માટે ફ્રી રહેશે, પરંતુ કોમર્શિયલ/સરકારી યુઝર્સે થોડી કિંમત ચૂકવવી પડી શકે છે.’ તેણે વેરિફાઈડ ટ્વીટ્સને એમ્બેડ કરવા અથવા ટાંકવા માટે થર્ડ પાર્ટી વેબસાઈટ પાસેથી પૈસા વસૂલવાની પણ વાત કરી. આ સાથે, મસ્કએ બ્લુ ટિક પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સેવામાં ફેરફાર પણ સૂચવ્યા હતા, જેમાં તેની કિંમત નક્કી કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. હાલમાં, ટ્વીટર પ્રીમિયમ બ્લુ સર્વિસની કિંમત $2.99 ​​છે.

- Advertisement -

એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું ત્યારથી જ તે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા પણ તેઓએ કોકા કોલાને ખરીદવાને લઇને ટ્વીટ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular