Saturday, December 6, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસકલાકો સુધી પડખા ફર્યા પછી પણ તમને નિંદર નથી આવતી તો જુઓ...

કલાકો સુધી પડખા ફર્યા પછી પણ તમને નિંદર નથી આવતી તો જુઓ…

આ દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળે છે એક કુંભકર્ણની કેટેગરીવાળા લોકો કે જે ગમે ત્યાં ગમે ત્યારે આરામથી કલાકો ઉંઘ્યા જ કરે છે. અને બીજા કે પલંગ પર સુવા ગયા પછી કલાકો સુધી પડખા ફર્યા કરે છે અને છતાપણ નિંદર નથી આવી રહી અને પછી તે બેડ પર પડયા પડયા જ કલાકો સુધી રીલ્સ જોયા કરે છે અને કયારે સવાર પડી જાય ખબર નથી પડતી જયારે બીજા દિવસ સવારથી જ રૂટિન સેટ હોવાથી તેને પૂરતો આરામ જ નથી મળતો અને જેની અસર તેને હેલ્થ પર થાય છે.

- Advertisement -

આમ આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. લગભગ દરેકને આ પ્રોબ્લેમ થતો હશે કે જે સુવા જતાં નિંદર નથી આવતી અને પછી તે ફોનનો ઉપયોગ કરે છે. જેની અસર તમારા શરીર પર પડે છે.શા માટે નિંદર સમયસર નથી આવતી ? માનસિક તણાવ, વિચારો, અનિયમિત દિનચર્યા વગેરે કારણે અનિંદ્રા થાય છે. જેઓની લાઈફ સ્ટાઈલ રેગ્યુલર ન હોય મોડા ઉઠવું, રાત્રે મોડુ સુવુ વગેરે તેમને આ તકલીફ થાય છે. જેનાથી આંતરિક સીસ્ટમ કનફયુઝ થાય છે. જ્યારે તેને ખબર નથી પડતી કે કયારે સુવુને કયારે જાગવું. જયારે રાત્રે ડ્રીન્ક લેવું અને કેફેન લેવું, રાત્રે ડીનરમાં લેટ લેવું. આ પરાત વધુ પડતો ડીજીટલ ગેજેડસનો ઉપયોગ કરવો જેમ કે લેપટોપ અને મોબાઇલનો સુવા પહેલાં ઉપયોગ કરવાથી અનિંદ્રા થાય છે. કારણ કે, આ ડિવાઈઝમાં બ્લુ લાઈટ મળે છે જે આંખને સુવામાં તકલીફ કરે છે. સામાન્ય રીતે લાઈટ સુવા માટે સારી હોય છે. જે આંખને સુવામાં મદદ કરે છે. જો નિંદર પુરી ન થાય તો શરીરમાં થાક અનુભવાય છે. જેના કારણે શરીર રોગનું ઘર બને છે. સામાન્ય રીતે 8 કલાકની નિંદર લેવાથી તે બોડીફના ડેમેજને રિપેર કરે છે.

નિંદરની સાયકલ રેગ્યુલર કરવી ખાસ જરૂરી છે. એક ફિકસ સમય પર સુવુ અને ફીકસ સમય પર જ જાગવું જોઇએ. ખાણીપીણીનું ધ્યાન રાખવું. આલ્કોહોલ, સીગરેટ, ચા, કોફીનું સેવન ઓછું કરવું, સુવાના સમયની 2 થી 3 કલાક પહેલાં ભોજન લેવું જોઇએ. બ્લુ લાઈટ આપતા ડીઝાઈનો ઉપયોગ રાત્રે સુતા પહેલાં ન કરવો જેમ કે મોબાઇલ, ટેબલેટ, કોમ્પ્યુટર, વગેરે બેડ, પીલ્લો કમ્ફટ હોવા જોઇએ જેથી પુરતી ઉંઘ લઇ શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular