Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયકાલે ઉત્તરપ્રદેશમાં યોગીની તાજપોશી

કાલે ઉત્તરપ્રદેશમાં યોગીની તાજપોશી

ઐતિહાસિક શપથગ્રહણ સમારોહના સાક્ષી બનશે પ્રધાનમંત્રી મોદી સહિતના કેન્દ્રિય મંત્રીઓ, 12 રાજયોના મુખ્યમંત્રીઓ : 49 કંપનીઓના ઉદ્યોગકારોને પણ અપાયું આમંત્રણ : લખનૌના સ્ટેડિયમમાં તૈયારીઓ પૂર્ણ

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત સાથે સતત બીજી વખત સત્ત્મા પર આવી છે. યોગી આદિત્યનાથ 25 માર્ચે લખનૌના એકાના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં 12 રાજયોના મુખ્યમંત્રી અને પાંચ નાયબ મુખ્યમંત્રી ભાગ લેશે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં યોગ ગુરૂ બાબા રામદેવ ઉપરાંત વિવિધ મઠો અને મંદિરોના મહંતો પણ હાજર રહેશે. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને 49 કંપનીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમાં ટાટા ગ્રુપના એન શેખરન, અંબાણી ગ્રુપના નીરજ અંબાણી, મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રા, કુમાર મંગલમ બિરલા અને બિરલા ગ્રુપના ગૌતમ અદાણીનો પણ સમાવેશ થશે. મળતી માહિતી મુજબ તમામ રાજયોના મુખ્યમંત્રીઓને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઉત્ત્મરાખંડ, કર્ણાટક, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર અને ગોવાના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. કહેવાય છે કે આ કાર્યક્રમ માટે 200 ટટઈંઙ મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, મુલાયમ સિંહ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી સહિત તમામ વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવામાં આવશે.

- Advertisement -

ભાજપ શપથગ્રહણ સમારોહને ઐતિહાસિક બનાવવાની યોજના બનાવી રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા જનારાઓને તેમના વાહનો પર પાર્ટીનો ધ્વજ સાથે રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવનારા લોકો માટે આમંત્રણ કાર્ડની વ્યવસ્થા હશે, જે જિલ્લા કક્ષાએ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમારંભના સ્થળની નજીક ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. એટીએસ કમાન્ડો સ્ટેડિયમની આસપાસ તૈનાત રહેશે અને સશસ્ત્ર પોલીસ જવાનો બહુમાળી ઇમારતો પર તૈનાત રહેશે. 60 હજારથી વધુની ભીડને મેનેજ કરવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જો કે ભાજપના કાર્યકરોના ઉત્સાહને જોતા આ સંખ્યા અંદાજિત સંખ્યા કરતા વધુ હોઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં સામાજિક કાર્યકરો, લેખકો, વ્યાવસાયિકો, ડોકટરો અને એન્જિનિયરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જિલ્લાઓમાંથી આવા લોકોની યાદી મંગાવવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં કાર્યરત ભાજપ વિસ્તારક અને અન્ય રાજયોમાંથી કાર્યકર્તાઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. દરેક વિસ્તારમાંથી બે-બે કાર્યકરોને લખનૌ બોલાવવામાં આવ્યા છે અને પાર્ટીએ રહેવા અને પરિવહનની વ્યવસ્થા કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular