ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાંથી 4માં ભાજપ આગળ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે 250નો આંકડો પાર કરી લીધો છે. જ્યારે સમાજવાદી પાર્ટી પાછળ રહેતી જોવા મળી રહી છે. અત્યાર સુધીના આંકડાઓ મુજબ યુપીમાં ફરી એક વખત ભાજપની પૂર્ણ બહુમતીથી સરકાર બનવા જઇ રહી છે. તો ઉત્તરપ્રદેશમાં એવી ત્રણ અંધશ્રદ્ધાઓ પણ હતી અને માનવામાં આવતું કે તે જગ્યાઓ પર જાય તે વ્યક્તિ ચૂંટણી હારી જાય છે. પરંતુ યોગી આદિત્ય નાથે તે અંધશ્રદ્ધાઓ તોડીને ઈતિહાસ રચ્યો છે.
નોઈડા, આગ્રા સર્કીટ હાઉસ જાય કે પક્ષ એકવાર સત્તામાં આવે તે બીજીવાર સત્તા પર આવી શકતા નથી આ ત્રણે અંધશ્રધાઓ યોગીએ તોડી
આગ્રા સર્કીટ હાઉસ સાથે જોડાયેલ અંધશ્રદ્ધા…
એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આગ્રા સર્કીટ હાઉસ જાય તે સત્તા ગુમાવે છે. કારણકે રાજનાથ સિંહ આગ્રા સર્કિટહાઉસમાં રોકાયા અને ત્યાર પછી તેમણે સત્તા ગુમાવી હતી. ત્યારથી આગ્રા સર્કીટ હાઉસને અપશુકનીયાળ માનવામાં આવે છે. પરંતુ 16 વર્ષ બાદ 2018માં યોગી આગ્રા સર્કિટહાઉસમાં રોકાયા હતા. અને આ અંધશ્રદ્ધા તોડી ફરી એક વખત સરકાર બનાવી છે.
નોઈડાની મુલાકાત લે તે પક્ષ સત્તામાં ન આવે…
યુપીમાં એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ નોઈડાની મુલાકાત લે તેની હાર નિશ્ચિત છે. પરંતુ પહેલીવાર 23 સપ્ટેમ્બર 2017માં બોટનિકલ ગાર્ડન કાલકાજી મેજેન્ટા મેટ્રોલાઈનના ઉદ્ઘાટન માટે યોગી આદિત્યનાથ ત્યાં ગયા હતા અને તે અંધશ્રદ્ધા પણ તોડી હતી.
પક્ષ એકવાર સત્તામાં આવે તે બીજીવાર સત્તા પર આવી શકતા નથી
વર્ષ 1985થી એવું પણ માનવામાં છે કે જે પક્ષ એક વખત સત્તામાં આવે તે બીજી વખત સત્તામાં આવી શકતું નથી.કારણકે દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં 1985 પછી એકપણવાર કોઈ સીએમ રિપીટ નથી થયા. ત્યારે આજે ઉત્તરપ્રદેશના પરિણામો પરથી એ પણ સ્પષ્ટ થઇ ગયું. અને ભાજપ તેમજ યોગી આદિત્ય નાથે પૂર્ણ બહુમતીથી બીજી વખત સરકાર બનાવી ઈતિહાસ સર્જ્યો.